"સમય"
-@nugami..
વ્યક્તિ એમ કહે છે કે, " શું લઈ ને આવ્યા હતા અને શું લઈ ને જવાના?"
વ્યક્તિ એટલો સમજુ છે ,તો ગુસ્સો,અહંકાર,અભિમાન,ગેરસમજ,શંકા,લોભ,ક્રૂરતા,
હિંસા ને પોતાના મન મસ્તિષ્ક માં શા માટે સંગ્રહી રાખે છે?
આ બધી જ નકારાત્મક વાતો પાછળ પોતાનો સમય શા માટે વેડફે છે?
દુનિયા માં આ સિવાય ઘણું છે જીવવા અને શીખવા....
વ્યક્તિ કંઇ લાવ્યો નથી કે કંઇ લઈ જવાનો નથી. જે છે એ અહીઁ જ રહેવાનું છે,પૈસા, બંગલા, ઘર, સંબંધો, પોતાનો પાર્થિવ દેહ પણ .....
સાથે હશે તો એ છે સમય....
સમય જ છે જે વ્યક્તિ ની સાથે ને સાથે ચાલે છે.બાળપણ, જુવાની ,ઘડપણ, મૃત્યુ બધું જ સમયની સાથે બદલાતું રહે છે.પણ સમય હંમેશા પોતાની ગતિ ને પકડી રાખે છે.સમય માં બધું જ બદલવાની હિંમત છે .પણ સમય ને કોઈ બદલી શકતું નથી.
સમય બળવાન છે એ બધા જાણે છે.
સમય પર ઘણી કહેવતો ,વાક્યો ,કવિતાઓ,ઘણું બધું છે.
દાન ની વાત રહી તો ,સૌથી શ્રેષ્ઠ દાન સમય છે.
તમે કોઈ ને સમય આપો છો.....શા માટે આપો છો?કેટલો સમય આપો છો? જેને સમય આપો છો શું એ એના માટે લાયક છે? ઘણું વિચારી ને સમય નો ઉપયોગ કરવો જરૂરી છે.સમય જ એક એવી ચીજ છે જે વ્યક્તિ ના ભાવિ ને,વ્યક્તિ ના કર્મને,વ્યક્તિ ની બેઠક ને,વ્યક્તિ ના મનોભાવને,વ્યક્તિ ની આવડતને,વ્યક્તિ ના સાચા સંબંધોને ઉજાગર કરી શકે છે.બધું જ આવશે એને જશે.પણ સમય એના સ્થાને તટસ્થ છે. બિન જરૂરી વ્યક્તિઓ માટે ના વેડફતા જરૂરિયાત વાળી વ્યક્તિઓ ને સારા અને સાચા અર્થમાં સમય નું દાન કરવા પ્રયત્ન કરવો જોઈએ.
સમય દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે.
-@nugami