સ્વાર્થ સરખાં તેજ દેખું છું
લાગણી વેળા સે'જ દેખું છું
રાગ દ્વેષ તણા મૂળ મનમાં
ને કણેકણમાં એજ દેખું છું
શેનું છે અભિમાન કાયાને
અહમનો આંખે કેફ દેખું છું
કોણ છે પરિપૂર્ણ આ જગમાં
માણસે માણસે એબ દેખું છું
ઘાત દેખું સમયનાં ચહેરે
ને ક્ષણે ક્ષણમાં ફરેબ દેખું છું.
-Anjana Vegda