ઘનઘોર વાદળો વચ્ચે મેહુલો ગરજે,
પછી નફફ્ટ બનીને ધોધમાર વરસે.
સફરમાં તો હું એકલી જ નીકળી,
પણ તારી યાદો આસપાસ ભટકે.
સીધા રસ્તે મોજથી ચાલતી હતી,
વાછટની બીકે જાત ખૂણામાં લપકે.
એકાદ સ્મરણ જ કાફી હતું તારું,
આખી પલળી ગઈ એક જ ઝટકે.
એકાંત હતો, પ્રકૃતિ ને હતી હૂંફ,
છતાંય સતત તારો અભાવ ખટકે.
તું એટલે હસતી રમતી જિંદગી,
હવે એ શ્વસતી જાણે કટકે કટકે.
- વિધિ વણજારા "રાધિ"