આશા-અરમાન મનમાં જ ઉદ્દભવતી લાગણી છે.સમુદ્રના તરંગો જેમ તે અનંત છે. એક પુરી થાય ના થાય ત્યાં તો બીજી તેની પાછળ તૈયાર જ હોય છે.આશા નાગીનધારી છે, મદારી જેમ મહુવરથી નાગને ડોલાવે છે તેમ તે મનુષ્યને ડોલાવે છે. જીવનમાં કશાકનો અભાવ,અજંપો સતત ડંખ્યા કરતો હોય છે. આશાનું ઉદ્ભભવ સ્થાન ટી.વી.અખબારોની જાહેરાતો,મોલના આકર્ષક શોરૂમ વગેરે મનમાં ઇંધણ પુરા પાડે છે.