ભરોસો
આજે આંસુ આવશે એવું લાગે છે. કદાચ હું રડી પણ લઈશ.ઘણા દિવસોની તમન્ના દિલમાં રહેલી છે. ઘણા અધૂરા સપના હવે ઉડીને આંખે આવ્યા છે. અંદર અંદર હું પણ ખવાય ગયો છું. પોતાને જાણે એમ લાગે છે કે હવે નથી રહ્યું કંઈ. મમ્મી પપ્પાએ જોયેલા સપના કદાચ હું નહિ પૂરા કરી શકું.
કેટલી ઉમ્મીદ અને કેટલો સમય મારી પાછળ બગડ્યો. એમને કહું કે મારો દીકરો કંઇક કરી બતાવશે. પણ અત્યારે લાગે છે જાણે હું જિંદગીની બાજી હારી ગયો છું. સૌથી શ્રેષ્ઠ જગ્યા એ ભણતર પતાવીને પણ આજે હું શ્રેષ્ઠ જગ્યા પર નથી. દિલના એક ખૂણામાં નાનું બાળક આજે પણ મને પૂછે છે. નાનપણમાં એ શોખ અને મોજ તો ના જ કરી શક્યો પરંતુ શું જીવનના આ રસ્તા પણ તું ના સુધારી શક્યો.
માણસ તો બાળપણ ગુમાવીને જવાની સુધારે છે. તો કોઈક જુવાની ગુમાવીને બાળપણ સુધારે છે. અફસોસ એ વાતનો રહી ગયો કે અહીંયા તો બંને ગુમાવી બેઠો છું. છતાં પર હાથ ખાલી રહ્યા છે. જીવનના અધૂરા કર્મ હજી પણ બાકી રહી ગયા છે.
વિશ્વાસ છે આવશે એક દિવસ જ્યારે મારા મમ્મી પપ્પાને ઓળખાણ ની જરૂર નહિ પડે. ગર્વ કરાવીશ એમને હું પણ એક દિવસ. શું ખબર એ દિવસ કાલ જ હોય. શું ખબર કિસ્મત જ્યારે ખુલે.
ઉમ્મીદ નથી છોડતો જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે ખૂણામાં જઈ રડી લઉ છું.