નથી આપી કોઈને લાગણી, છતાં ફસાયો છું,
હૈયે બેહદ દર્દ છે, તો પણ આજ રોકાયો છું.
ત્યાં થોડી માટીને આમ-તેમ કરીને જોઈ લેજો,
આપના ઘરની બહાર કબર બની દફનાયો છું.
જોયા સૌએ પોતાના નફા, લીધું સૌએ વ્યાજ,
'દુશ્મન' હું થયો તારોને તારાથી જ હણાયો છું.
વાત મારી સાંભળીને સો ઠેકાણે મહેફિલ જામી,
એ મહેફિલે મારા વિરોધીઓમાં હું સવાયો છું.
નથી વિશ્વાસ મને બેદર્દ પ્રેમ શબ્દ ઉપર નક્કી,
દુનિયાએ સો સારા કામ કરતાંય હું વગોવાયો છું.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod