❤️ સ્ત્રીને તો પગમાં ઝાંઝર ગમે,
ના, મને તો ટ્રેકિંગશૂઝ પણ ગમે..
_કોઈ પૂછો તો ખરા.._
સ્ત્રીને તો કાયમ ઘરમાં ગમે,
ના,મને તો પહાડોની કંદરામાં ખોવાઈ જવું પણ ગમે..
_કોઈ પૂછો તો ખરા..._
સ્ત્રીને તો હાથમાં કંગન અને રિંગ ગમે,
ના,મને તો ફાઇલ અને પેન પણ ગમે...
_કોઈ પૂછો તો ખરા.._
સ્ત્રીને તો ટીવી સિરિયલો જોવી બહુ ગમે,
ના,મને તો પ્રોજેક્ટર પર સમજાવવું પણ ગમે..
_કોઈ પૂછો તો ખરા..._
વીત્યો જમાનો બદલાઈ ગઈ વ્યાખ્યા,
હવે આભૂષણ,ઘર, પોષાક નહિ,
સ્ત્રીને જોઈએ છે પોતાની ઓળખ અને અસ્તિત્વ...
_કોઈ જુઓ તો ખરા....._
વાદળ નું પણ કેવું?
બિલકુલ સ્ત્રી જેવું...
બંધાવું
વરસવું અને
વિખરાઈ જવું...
ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય
પણ આપી દીધાનો સંતોષ અદભુત હોય છે સ્ત્રીને...
ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ ને ખાસ અહેસાસ
આ છે સ્ત્રી...સ્ત્રી....
જેને સમજવા જશો તો એ ગ્રંથ લાગશે....
પણ....
એની સાથે જીવશો ને તો....
એ વસંત લાગશે....
👌 🙂🙏🏼