મારો પડછાયો મને મળી ગયો,
રહ્યો હું ઉભો તો એ કળી ગયો.
આશા કેમ મારી નઠારી નીવડી?
તારી ખોજમાં ભીતર ભળી ગયો.
સાંભળ, ના આપ ખોટા દિલાસા,
આવે દુઃખ તુજને હું ગળી ગયો.
આપવા મને માત કેમ મથ્યા કરે?
છે વિશ્વાસ કે હું તારો બની ગયો.
હો ઇચ્છાઓ કેટકેટલી ઘૂઘવાશે?
મળે જો વચ માર્ગે, હું ફળી ગયો.
એકાંતે રહેવાની ટેવ છે કાયમની,
આવે મુજ ઘરે, હૈયે પ્રવેશી ગયો.
જીવી રહ્યો છું જીવંતે, રસહીન!
'દુશ્મન' પોતે પ્રગટી બળી ગયો.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod