Gujarati Quote in Motivational by Meghal ben

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક:- સાચો ધર્મ

તે દિવસ રોનકનાં દાદાની પુણ્યતિથિ હતી.ઘરમાં તિથીની પૂજા ચાલી રહી હતી‌‌. દાદાજીનાં ફોટા સામે વિધ વિધ મિઠાઈ,મેવા, ફળનાં થાળ ધરાવવામાં આવ્યા હતાં.
પૂજા પૂરી થવામાં જ્યાં થોડીવાર હતી ત્યાં રોનકનાં ઘરનાં આંગણે બે ભિક્ષુક જેવાં બે નાના ટાબરિયા આવ્યાં. તે સખત ભૂખ્યાં હોય તેવું લાગતું હતું. આ જોઇ કોલેજમાં ભણતાં રોનકે દાદાજીની સામે ધરાવે લ ફળનાં થાળીમાંથી ફળ લઇ પેલાં બાળકોને આપ્યાં. આ જોતાં જ પૂજા કરાવતાં મહારાજ અને કુટુંબીઓ રોનક પર બૂમો પાડવા લાગ્યાં કે એણે પૂજા પૂરી થયાં પહેલાં થાળીમાંથી પ્રસાદ બીજાને આપી અધર્મ કર્યો.
આ સાંભળતાં જ રોનકે કહ્યું, " અધર્મ હું નહીં તમે લોકો પેલાં ભૂખ્યા બાળકોને કંઇ ખાવાનું ન આપી કરી રહ્યાં હતાં. પૂજા પાઠ બધું આપણે શ્રધ્ધાથી કરીએ પરંતુ સાચો ધર્મ તો જરૂરિયાતમંદ વ્યક્તિને સમયે મદદ કરવી તે છે. પૂજા પાઠ કરવાથી ભગવાન જેટલાં રાજી નથી થતાં તે કોઇને મદદ કરવાથી રાજી થાય છે."

મેઘલ ઉપાધ્યાય 'મેઘુ' રાજકોટ

Gujarati Motivational by Meghal ben : 111730961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now