થાય મૃત્યુ જો અકાળે, એક ચિત્ત થઇ નિખરજે મને,
અકબંધ હશે પ્રણયની વાતો નેહ, શાંતિથી પરખજે મને.
સૂતો 'દુશ્મન' અનંત ઊંઘે કાયમનો ઉભો ન થવાનો હો,
કરીશ પ્રતિક્ષા હું ક્ષિતિજે નિઃસંદેહ, આવી પામજે મને.
જરૂર છે આ અવસરની, કોઈ સાથ વગરનો સાથી મળે!
કર્યો નથી કોઈ સંગાથ વિશ્વાસઘાત, માણી સમજજે મને.
અંત કર્યો જિંદગીનો તારા નયનની સામે હંમેશનો હો,
બળી રાખ થયો દેહ! તારી ચાહના રાખી, વિસરજે મને.
પાપી-નિર્દયી દુનિયા શું 'દુશ્મન' ને યાદ કરીકરી હણશે?
પામી મને પ્રેમ ફતેહ કરે, હર ક્ષણ આવે એવી વરજે મને.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod