અનરાધાર હેલી પછીનો આજ ઉઘાડ છે,
આતો તો નિર્દોષ હાસ્યની મીઠી વાડ છે.
વિચારો, વાતોને વાણા આમ વીતી જશે,
સામે દેખાવ તમે વહે આસુંડાની ધાર છે.
હસવું કઈ રીતે? મને નથી આવડતું! શીખવ,
વાતવાતમાં તું હસાવે, મારી દુઃખતી નાડ છે.
'દુશ્મન' જીવન જીવાડશે તને તારા ભરોસે,
પોતે રડીને બીજાને હસાવે તું એજ પાડ છે.
તારી જિંદગીમાં કેટલા આવ્યા? કેટલા ગયા?
રોકાયા એમને સાચવી રાખએ તારી રાડ છે.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod