છે જોકર પછી ભલેને દુનિયા સમક્ષ હસતો હોય,
ક્યારેક એ પણ ભીતર એકલો-એકલો રડતો હોય.
સમજી એની મજબૂરી આજ સુધી, કોઈએ બોલો?
એકલ જાત સાથે એ એકલો લડતોને મરતો હોય.
શું છે એની વેદના? શું છે એની વ્યથા કોઈએ સમજી!
હૈયે દરરોજ દાજતો, મુખડેએ કાયમ હસતો હોય.
છુપાવા લાગ્યો એ, એનું દર્દ એમ કેમ છુપાવે બોલો?
ધીમેધીમે લાગે છે એવું કે જગથી દૂર એ ખસતો હોય.
માર ખાઈને, પીડા વેઠીને, વિચારો મારીને, ક્યાં જાય!
લાગે એવું એ રોજ થોડીથોડી લાગણી હણતો હોય.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod