થાય તુજ વિવાહ, ને વનવાસ થાય મારી ભીતર,
નેહ તું દૂર થાય મારાથી શ્વાસ ખૂટે મારી ભીતર.
વાતોને વિચારો, સાંજ પડતા આવે મારી ભીતર,
અર્થનો અનર્થ થાય, ઘાવ પીડાય મારી ભીતર.
આનંદ, ખુશી, વ્યથા છેવટે તો દિ' રળિયામણો,
કેટલું વર્ણન તમારું? મન ભાવ હણાય મારી ભીતર.
સખી તમે ખાસ હો કે ના હો, આવો દરરોજ સમણે,
તમારી યાદોની વાતો ધામ બની પૂજાય મારી ભીતર,
આજ સુધીનો અનેરો અનહદ ઇતિહાસ દેખાય બોલો!
ઓછું બોલું, વધુ લખું, તખલ્લુસ નામ તમે મારી ભીતર.
લોક ઉપયોગી બને કવિતા-ગઝલો કરો પ્રાર્થના કરો,
યાદ રહેશો તમે જિંદગીભર, તમે રામ બની મારી ભીતર.
રામ તમારા, દાદા અમારા, ગામ તમારું, તમે અમારા,
ભરાય છે છલકાતો જાય છે જામ આજ મારી ભીતર.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod