હું કરું છું પ્રેમ, સૌનો એ વ્હેમ છે,
કોઈને પૂછો, 'દુશ્મન' આજ કેમ છે?,
મલકાય ભલે આભે ચડેલ ચાંદલિયો,
માણી જોવો આજ શશીનો તેજ નેમ છે,
જીવ્યા કરું છું કાયમ તારી યાચનને આધારે,
જિંદગી આ હવે થોડીધણી વધી હેમખેમ છે,
સમણે આવી તમે કાયમ વસી જાવ છો,
દૂર-દૂરથી તમને માણુંએ મારો પ્રેમ છે,
જિંદગીમાં આવે કેટકેટલા મુકામ ખબર?
હો મળી જે જિંદગીએ બાકી તો એમ છે,
પ્રણય થઈ ગયો આજ કાયમનો આબાદ,
સાચે જ 'દુશ્મન' તારે તો દાદાની મેર છે.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod