જીવનમાં આટલા વર્ષોના અનુભવને આધારે હું કહી શકું છું કે સંબંધોમાં વ્યક્તિના સ્વભાવની સાથે -સાથે સમય અને પરિસ્થિતિ વધારે ભાગ ભજવે છે... ઘણી વખત આપણા સ્નેહીજનો માટે આપણે ઘણી બધી લાગણીઓ ધરાવીએ છીએ પણ જ્યારે સામેથી આપણી અપેક્ષાઓ મુજબ એ પ્રમાણે નો પ્રત્યુતર ન મેળવી શકીએ ત્યારે આપણે એ સ્નેહીજનોને ખોટા સમજીએ છીએ કાંતો આપણે એને એ સંબંધ માટે અયોગ્ય સમજીએ છીએ.. પણ સામેવાળી વ્યક્તિ તમને જતાવી ન શકતી હોય એનો મતલબ એવો નથી થતો કે એમના માટે એમના હૃદયમાં તમારા માટે તમારું કોઈ જ મૂલ્ય નથી. બની શકે કે એ વ્યક્તિ એવી પરિસ્થિતિમાં હોય કે જેના કારણે પોતાની લાગણીઓને પ્રદર્શિત ન કરી શકતા હોય .
પણ બન્ને પક્ષે એકબીજા માટેની અનહદ લાગણી ,સમયના અભાવના કારણે ,એકબીજા અપેક્ષાઓ માટે સાચા ન ઠરવાના કારણે, બંને તરફ એકબીજા માટે લાગણી હોવા છતાં એકબીજાને સમય ન આપી શકતા હોવાને કારણે બંને પક્ષે થોડી નારાજગી થાય છે અને એ સાહજિક પણ છે.
પણ તેમ છતાંય સાચો સ્નેહ હોવાના કારણે બંને એકબીજાથી દૂર તો થાય છે પણ બંને એકબીજા માટે જ છે.. અને એકબીજા માટે પ્રમાણિક અને નિખાલસ સંબંધ ધરાવતા હોય છે..
વળી સંબંધોમાં પણ ઘણી વખત ખાટાં- મીઠા ઝઘડા થતા હોય છે પણ અંતે સમાધાન થાય છે એ સહજ છે.. Bindu Anurag
વળી સમયાંતરે બધું જ સારું થાય છે બંને એકબીજા માટે સ્નેહ ધરાવતા હોવાથી અંતે એ નારાજગી પણ ખુબ ઓછા સમયમાં દૂર થાય છે અને અંતે એના સાચા સ્નેહની જ છેવટે જીત થાય છે...
06/07/21 10:35 AM