"ગજબ છે"
આંખમાં આંજેલ કાજળ ગજબ છે;
ને એમાંય તેં કરેલ કામણ ગજબ છે;
તેં લખેલા પ્રેમપત્રની તો વાત શું કરૂં?
ને શબ્દોથી મઢેલો કાગળ ગજબ છે;
શબ્દો ભર્યા છે લાગણીથી તરબતર,
જેનાથી તોલયા એ કાવડ ગજબ છે;
સિંચ્યા અક્ષરે અક્ષર ઘણા સ્નેહથી,
તારૂં સ્નેહ ભર્યું એ કારણ ગજબ છે;
માપવું બે વાર અને કાપવું એક વાર,
શબ્દો પર ચલાવી કાતર ગજબ છે;
મરજીવો જ્યાંથી શોધે મોતી "વ્યોમ"
એ શબ્દ મોતી ભર્યો સાગર ગજબ છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)