મારી મા નું આંચલ
કેવી મીઠી નીંદર આવતી હતી મને, ઓ મા, તારા ખોળે, તારા આંચલમાં
દુનિયાની મને કોઈ પરવાહ કે ફિકર ન હતી, તારા પ્રેમાળ આંચલમાં
તારો સુરીલો કંઠ સુવડાવતો હતો મને, ગાયી લોરી, મીઠી મમતા હતી એ કંઠમાં
મારુ નામ પુકારતી, ત્યારે ટહુકો હતો કોયલ જેવો મીઠો, તારા સુરીલા કંઠમાં
ખવડાવતી પ્રેમથી, તારા હાથનો સ્વાદ હજી હું વાગોલું છું મનમાં મારા
હૂંફ હતી તારા હાથની બેશુમાર; દિવસ રાત આર્શીવાદ આપતા એ, માથે મારા
આંચલ તારું, લાગે વહાલું મને, પ્રેમથી ભરપૂર, તારો સુવાસ છુપાયો છે એમાં
ઘરની હર નાની મોટી ચીજ યાદ અપાવે તારી, જાણે વસી હોય તું એમાં.
Armin Dutia Motashaw