હુ ફેસબુકમા આઠ વરસથી શહીદો અને દેશ માટે જે લખું છુ એ આજે સાર્થક થયું એમ કહી શકાય . મારુ એક પેજ છે ફેસબુકમા “શહીદનું સ્મારક અને ભારત” એ પેજ પરથી એક શહીદના પરિવાર સાથે વાત કરવાનો પાવન અવસર મળ્યો .
મારી પ્રસંસા અને વાહ વાહમા ઘણા લોકો નો કોલ કે મેસેજ આવે અને ઘણા રૂબરૂ પણ મળે છે પણ આજે શહીદ વીર કેપ્ટન નીલેશ ભાઈ સોની ના ભાઈ શ્રી જગદીશ ભાઈ સોનીનો કોલ આવ્યો એટલે મારી આઠ વરસની લેખની પવિત્ર થઈ ગઈ છે
બહુ ઓછા લોકો જાણતા હશે કે શહીદ વીર નીલેશ ભાઈ ૧૨-૨-૧૯૮૭ મા સિયાચીન ગ્લેશીયર (લેહ-લડાખ)મા ઓપરેશન “મેઘદૂત”મા પોતાનું બલિદાન આ માતૃભૂમિને અર્પણ કરી દીધું . ગુજરાતની રાજનીતિ અને વ્યાપારને જગતના શિખરે ભલે મુકો પણ ગુજરાતમાં જન્મેલ વીર નરબંકાને પણ યાદ કરો .
શ્રી જગદીશભાઈ સોની સાથે મારે કોલમાં લગભગ સાત મીનીટ વાત થઈ છે . તેમને એક જ દર્દ હતું કે ગુજરાતમાં જવાનની શહાદતની કિંમત ગુજરાતના લોકો જાણતા નથી . ગુજરાતમાં દેશભક્તિ પણ બે દિવસ પુરતી જ રહી છે . ઝંડો ફરકી જાય એટલે બધા પોત પોતાના કામે લાગે જતા હોય છે . દેશ પ્રેમ ઘટી રહ્યો છે . કદાચ એવું પણ બંને કે આપણે જ આપણા હાથે આ વીરગાથા ભર્યા ઈતિહાસને દફન કરી દઈએ ......
સત્ સત્ નમન ગુજરાતના વીરબંકા શહીદ વીર કેપ્ટન નીલેશ ભાઈ સોનીને .....
મનોજ સંતોકી માનસ