Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિજાતીય આકર્ષણ...એક મિત્ર સાથે...

જો કે આ શબ્દ જ જોરદાર છે. વિજાતીય આકર્ષણ. આપણા ત્યાં વિજાતીય આકર્ષણ ને જલ્દીથી દૈહિક સંબંધ સાથે જોડવામાં આવે છે. કંઇક તો હશે બાકી આ લોકો આટલા નજીક તો ના જ હોય. આવું શક્ય જ નથી...વગેરે વગેરે...

પણ શું એવું જ હોય દરેક વખતે ..!?

વાતોની, વિચારોની, લાગણીઓની આપ-લે કરવી એ પણ એકદમ અદ્દલ પોતે વિશ્વાસ કરતા પાત્ર જોડે અને એ પણ વિજાતીય પાત્ર હોય એટલે સોને પે સુહાગા. કારણ કે ઘણીબધી એવી વાતો હોય છે જે આપણા જીવનમાં અન્ય વિજાતીય પાત્ર સાથે થતાં ઘર્ષણથી જીવન હચમચાવી નાખતી હોય છે અને એવી વાતો કોઈ આપણું પોતીકું વિજાતીય પાત્ર બરાબર સમજી ને સમજાવી શકે કે જે આપણી ઉપર હક ધરાવતું હોય અને આપણે એની વાતને એક અલગ પોતીકું સ્થાન જીવનમાં આપ્યું હોય. એ એટલે આપણું વિજાતીય મિત્ર... સમસ્યા કોઈપણ હોય સમાધાન ત્યાં મળી જ જાય એટલો વિશ્વાસ હોય છે.

પણ ઘણીવાર લાગણીઓના વશમાં કહો કે માનવ સહજ સ્વભાવ. ક્યાંકને ક્યાંક આપણા જ એ સ્નેહીને ઉભી થયેલી સમસ્યામાંથી બહાર કાઢવા આપની જાણ બહાર એક બીજી સમસ્યાનું નિર્માણ થઈ જાય છે અને એ છે એમાં આપણા માટે પરફેક્ટ વ્યક્તિ શોધવું. ક્યાંકને ક્યાંક આ જ સ્થિતિ બંને પાત્રોની જીવંતતા હણી લેતી હોય છે. ઘણી સમસ્યાઓ સર્જી કાઢતી હોય છે.

આપણે ઘણા સમયથી કોઇ વિજાતીય પાત્ર સાથે વાત કરતા હોઈએ છતાં અમુક સમયે, અમુક વ્યક્તિ સાથે જ કેમ મિત્રતાના અંકુર ફૂટતા હોય છે એ પણ એક વિચારવા જેવો વિષય છે. કોઈ ને તમે ગમો કે તમને કોઈ ગમે ત્યાં સહજ લાગણીઓ ની આપલે થાય એ માત્ર વાસના માટે તો ના જ હોય ને..!?

વિજાતીય આકર્ષણ તો ચાલ્યું આવ્યું છે ને ચાલ્યું જ રહેશે... તમે શું વિચારો છો ...!!??

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111724759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now