માનો તો હું તમારો આધાર છું..
ડગલે પગલે પરિવારની તારણહાર છું.
બોલ ચાલની વાતમાં જતું કરુ એ અભિમાન છે,
સંસ્કારને મર્યાદામાં વાત કરું એ સ્વાભિમાન છે
તમારા નામ પર જિંદગી લુટાવી દઉં મારી,
મારુ સ્વાભિમાન જળવાય એ જવાબદારી તમારી
મારી લાગણી કરતા તમારી માગણી હતી વધારે
તમને અનુરૂપ થવા ઘણું છોડ્યું સમયને આધારે
કોઈ સમજે કે ના સમજે પણ તું તો સમજ
પરિવારની સભ્ય છું નથી હું ના સમજ
ઠાકરની દયા છે મારા પર કે જતું કરી ને જીવું છું,
અપમાન કરે કોઈ તો સ્વાભિમાનથી જવાબ આપું છું🙏🏻
-Sandipsinh