*માણસો દિકરીઓ વિશે હજારો કવિતાઓ લખે છે.*
*હુ એક દીકરા વિશે આજ લખવા માંગું છું.*
કહે છે *દીકરી વ્હાલનો દરીયો*
તો *દીકરાને વહાલનું તોફાન* હું માનું છું.
કહે છે *દીકરી મા-બાપનું હૃદય* છે,
તો *દીકરાને મા-બાપનો શ્વાસ* હું માનું છું.
કહે છે *દીકરી લાગણીઓનું પુર* છે, તો *દીકરાને સંવેદનાના સૂર* હું માનું છું.
કહે છે *દીકરી છે કુળનું ગૌરવ*
તો *દીકરાને કુળનું અભિમાન* હું માનું છું.
કહે છે *દીકરી માનો પડછાયો* છે
તો *દીકરાને માં નું અસ્તિત્વ* હું માનું છું.
કહે છે *દીકરી બાપનું મનોબળ* છે,
તો *દીકરાને બાપનું પીઠબળ* હું માનું છું.
*શાને કાજે કરે લોકો ભેદભાવ દિકરા-દિકરી વચ્ચે. હુ તો ઈશ્વરની અમૂલ્ય ભેટ બંનેને માનું છું.*