Gujarati Quote in Poem by mayur rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનમાં કામય તારો પગરવ અનુભવાય છે,
છતાં પણ તારા મનથી ક્યાં દૂર જવાય છે!

તારાથી દૂર રૂદીયે ઘનઘોર સન્નાટો છવાય છે,
એકાંતમાં રહેતા મન મારું પણ મુંજાય છે,

મિત્ર આવતા લાગે અપાર અનહદ આનંદ,
પણ ક્ષણિક મિત્ર દૂર જતા મન મરી જાય છે,

નથી છુપાવતો હું કોઈનું રાઝ મનમાં,
લાગે જો મનને ઠેસ તો મન ઘવાય છે,

આદરણી માની સૌની સેવા કરી કરું પ્રણય,
કામ કરતા-કરતા પણ મારું મન રૂઠાય છે,

માન-મહેમાનની નથી કોઈ કિંમત આજે અહીં,
બહાર જૂદું, અંદર જૂદું એમ કંઈક જૂદું દેખાય છે,

પ્રેમ તો પેલા પણ ન હતો ને આજે પણ નથી,
આ મન આ સ્વીકારવા ક્યાં તૈયાર થાય છે,

ખબર છે કેટલાને અમારી આ ખબરની કે શું ખબર,
મારા મનની મૌન આતુરતા ક્યાં કોઈને સમજાય છે!

© મયુર રાઠોડ 'દુશ્મન'

-mayur rathod

Gujarati Poem by mayur rathod : 111715660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now