Gujarati Quote in Thought by Chaitanya Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લક્ષ્યની શોધમાં મથવું નિરંતર.
મળે તે આપણું માનવું નિરંતર.

ના થવું નાસીપાસ હાર પામતાં,
સફળતા સુધી તો ચાલવું નિરંતર.

અંતરાયો આવે છોને કર્મપથમાં,
કરીને સામનો સદા ધપવું નિરંતર.

આપણે આપણા ભાગ્યવિધાતા,
સનાતન સત્યને સમજવું નિરંતર.

પ્રસ્વેદે પ્રારબ્ધ પલટાવી શકાય છે,
એ મનમાં આપણે રાખવું નિરંતર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Thought by Chaitanya Joshi : 111715467
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now