શબ્દોની હેરા ફેરી તું ડર્યો રાજા,
ઈચ્છા ફક્ત કારણ તું ટર્યો રાજા;
કારણ સ્વભાવિક કાર્ય છે પ્રકૃતિ માંહી,
કાર્યોને કારણ જીતવા સર્યો રાજા,
ઊંડી હ્દયમાં, સંઘરી છે આકાંક્ષા ,
જીવંત જકડી ,આપમાં મર્યો રાજા;
હોવાં પણું તારું તું જો ડહાપણ માં,
ઘરથી કબર રસ્તો ,સફર ફર્યો રાજા.
આનંદ હોવો એ સહજ સ્વભાવિક છે,
ચૈતન્ય ભૂલ્યો ત્યાં દુઃખી, ઠર્યો રાજા.
-મોહનભાઈ આનંદ