અનુભવના મારા ચિતારે લખું છું.
વિચારું છું રાતે અને સવારે લખું છું.
હકીકતમાં ડુબ્યો હતો હું વચ્ચોવચ્ચ,
હવે હું મૃગજળોના કિનારે લખું છું.
હશે સત્ય કડવું મને એ ખબર છે.
અને એટલે જ એ વધારે લખું છું ,
સળગું કબરમાં, ચિતામાં દફન છું,
હળવાશથી વાત ભારે લખું છું,
પરિચય બધાને હું મારો શું આપું?
વિચારો મારા હું હવે છાશવારે લખું છું.
ઉતાવળ નથીને,અભરખાં છે ઓછા.
વિચારે ચડું છું,હું ત્યારે લખું છું.
નથી ફાવતું ક્યાંય લેવાનું ટેકો,
બધું "સ્તબ્ધ" મારા સહારે લખું છું.🙏🏻🙏🏻