ઉંમર ના ઉંબરે આ સુંદર સજાવટ,
હોઠો ની લાલી , કાન ની બાલી,
હાથ માં ઘડી જાણે અમને કોઈ ના પડી !!😉
જિંદા દિલી , સ્મિત કરતો ચહેરો જાણે ચાંદ,
આવી અંતર મનની સુંદરતા, પ્રેમ સભર ..
આવા વ્યક્તિત્વ નો અરીસો એટલે...
અમે દેરાણી -જેઠાણી ની ટોળી 😊😊
આ તારો સમય , આ મારો સમય,
જો આ આપણો સારો સમય,
ગોષ્ઠિ મા વીત્યો આપણો સમય,
હસ્યા, રમ્યા ,ગુસપુસ મા વીત્યો આપણો સમય,
એક બીજા ને મળવાની જ તાલાવેલી,
તૈયાર થઇ કોણ આવે પહેલી,
વાતો નો ભંડાર, એક બીજા ની મશ્કરી,
કયા તારું મને છેડવું, કયાંક મારુ તને ચિઢાવવુ,
રીસામણાં તો દુરરરરર.. રહયા આપણા થી,
ઠપકા તો ખુબ પડયા 😉😉
પણ આપણે કોઈ ને ના નડયા 😊😊
તુ વાતો મા સૂરી, હુ હસવા મા પૂરી,🤣🤣
મસ્તી ભરેલી અમે દેરાણી જેઠાણી,
રસીલી, મીઠ્ઠી , અમારી ટોળી.....
ઈલા શેઠ ©️