શાંત નદી માં વમળ ની વાતો થાય છે..
કોઈ પથરો જરાક ફેકે તો પાણી ઘવાય છે.
લાખો ની કટાર ભરી નજર ને ભલે છેદતા.
પણ ફુલો જ્યારે ચુટાય ત્યારે જ દર્દ થાય છે.
અમર પ્યાલો ધર્યો છે પ્રેમ નો અલગારી આનંદે..
છાલક મારીને જ અહિં સઘળા ધરાઇ જાય છે.
ઘોંઘાટ અને નાદ માં ફેર છે અહિં , જો જોવાઈ તો..
ક્યાંક અનહદ તો ક્યાંક અનાહત એને કે'વાય છે.
નજર અને દષ્ટિ માં અલગ અલગ છે ભગવતા અહિં..
ઈશ્વર ને ક્યાં અહિં મારા તારામાં ક્યાંય ફેર દેખાય છે.
પર્વત જેટલો આંબે આભને, ખીણ તેટલી ઉંડાય છે..
મુળ અહિં ઉપર અને પાક અહિં ભીતરે વવાય છે.
કોઈ માર્મિક જ ક્ષણ માં સાક્ષાત્કાર કરશે ગોવિંદ નો..
અહિં તો પાંદડે પાંદડે રોજ ગીતા ગવાય છે.