Gujarati Quote in Thought by Nirudri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખૂટ્યાં છે ખાટલા ને ખૂટ્યા છે બાટલા.
શ્યામ હવે તો કૃપા કરો.
તૂટ્યાં છે શ્વાસને ખૂટ્યા છે વિશ્વાસ.
ડાકોર વાળા હવે ડર દૂર તો કરો.
દિલમાંથી ખૂટી છે દુઆ ને ખૂટી છે દવા.
રણછોડરાય હવે રહેમ તો કરો.
ખૂટ્યાં છે પાટલા ને ખૂટ્યા છે લાકડા.
મુરલીધારી હવે મહેર તો કરો.
108 ગણવાનુ ભૂલી 108 મંગાવવી પડી.
શ્રીજી બાવા હવે કૃપા તો કરો.
મંદિર મસ્જિદ માં મોકળાશ, અસ્પતાલ ઉભરાઈ.
શામળિયાજી હવે મહેર તો કરો.
કોઈના સ્વજન ગયા, કોઈના માવતર.
કૃપાનાથ હવે કૃપા તો કરો .
શ્યામ અમીદ્રષ્ટિ કરી વિશ્વ પર વાત્સલ્ય કરો ,
શ્યામ હવે તો કૃપા કરો .
બન્યો છે "બ્રહ્મ" છોરું કછોરું માફ કરો,
માવતર છો તમો, વાત્સલ્ય થી પ્યાર કરો.
કૃપા કરી સમગ્ર વિશ્વ પર આપ,
"કોવિડ"માંથી માનવને મુકત તો કરો....

Gujarati Thought by Nirudri : 111713534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now