કદી જો મોત નાં, કોઈ પારખાં છે?
છતાં એવાય જો કે,તિસમારખાં છે.
નથી હોતી સદા, વ્યાખ્યા પ્રેમ માંહી,
જરા અક્કડ રહો થોડા ત્યાં ડખા છે.
ફસાયેલા રહો યારો , સ્વાદ માંહે,
ને ભોગો માં ય , રોગો અભરખા છે.
ભરત નિષ્ઠા ,ગજબની છે જો ખરેખર,
એ સેવક રામનાં ,જો ત્યાં પગરખાં છે.
સ્વયં આનંદ છે અનુભૂતિ સત્ય ઘટના,
સમાધી જો ચહી, મન તો ચાબખા છે.
-મોહનભાઈ આનંદ