શબ્દો ને જે જાણે , એ સ્વયંને પણ માણે.
શબ્દોની અનુભૂતિને,અક્ષરમાં જ પિછાણે.
કાર્યો હોય છે ,કારણ માંહે, જ્ઞાની થઇ જો,
આદત છે મન અંતર્ગત , નિષ્કામી જાણે.
કોઈને છૂટકો ક્યાં છે , ભોક્તા ભાવ મહીં,
ચૂગતા જીવ પક્ષી કર્મો ,ઋણ બંધન દાણે.
હું હું તું દુનિયા દારી, ખેલ ખરો રાચ્યો,
અંત સમય સઘળી , શાન સ્મશાને ઠેકાણે.
બુધ્ધિ બિચારી બકરી,બોધમાં મેં મેં કરતાં,
અપરોક્ષ ઋતંભરા , જો આનંદ વખાણે.
-મોહનભાઈ આનંદ