હા એક તો ગઝલ જરી હોં
હું કાપતો , મજલ જરી હોં.
શબ્દો તણી ,રમત રમી જો,
છે કાફિયા , દખલ જરી હોં.
જો શેરિયત સરળ રહી જો,
છે મારિફત અમલ જરી હોં.
પાસા માં છે ,નસીબ ક્યાં જો,
રમતો હું ત્યાં, રમલ જરી હો,
હું ધીર ને , ગંભીર છું જો,
આનંદ માં , અચલ જરી હોં.
-મોહનભાઈ આનંદ