Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળ્યો ભાર માથે ઉઠાવી ચલો,
મળેલી ફરજ ને નભાવી ચલો.

ભલે હો કસોટી ભરી જિંદગી,
મગર હર કદમ ને જમાવી ચલો.

સમય સાથ આપે નઆપે ભલે,
બધી આશ ધારી ધરાવી ચલો.

ભલે હો કદરની તકો સાંકડી,
હ્રદય મન ખુશીથી મનાવી ચલો.

વિસારી જવાના વિધાનો બધા,
નવા નામ નોંધી લખાવી ચલો.

રહી આશ પાછાં મળીશું કદી,
છબી આંખ માહે મઢાવી ચલો.

બદલતા વલણ નો ભરોસો કરો,
મળી ચાહ માસૂમ વધાવી ચલો.

માસૂમ મોડાસવી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now