મહેનતમા રહ્યું ન કશું બાકી
ને છતાં રહ્યું ભાણુ ભરાવુ બાકી.
ઉઠવાનું સમયસર રહ્યું રોજે
પહોચવાનું તોયે રહી ગયુ બાકી.
પરસેવે લથબથ ક્ષણો મળશે ઘણી
એકાદ પળ પામવાની રહી હજી બાકી.
છું માળી આમ તો આલા સમજો
પણ તોયે રહી જાય છે ખીલવવાનુ એક ફૂલ બાકી.
અવ્વલ ખેલાડી ને છતાં હાર્યો ભારી
સમજાયું અંતે"નીલ " નસીબ જેવું હોય હો બાકી.
રચના:નિલેશ બગથરિયા...નીલ.