ટૂંકી બહેરમાં ગઝલ લખવાનો પ્રથમ પ્રયાસ છે
એક આફતમાં હતો,
એમના ખતમાં હતો.
રાત સુંદર કાં ગણે ??
દિવસે છતમાં હતો ??
દૂર થઇ ભોંઠો પડ્યો,
ગમ તો કુરબતમાં હતો.
બારણે બેઠો હતો,
બંદ હાલતમાં હતો.
ખેલની દાનત ન'તી,
ખેલ દાનતમાં હતો.
ઝેર તો ચોખ્ખું મળ્યું,
જોલ અમરતમાં હતો.
વાંક ફોરમનો હતો ??
કે નજાકતમાં હતો ??
ના તો એક ઉત્તર થયો,
પ્રશ્ન મહોલતમાં હતો.
આજ જે "ગોપાલ" છે,
એ હકીકતમાં હતો ??
કોટક ધાર્મિક "ગોપાલ"