"કોણ જવાબદાર?"
સર્જન છે તો છે વિનાશ,
કોઈ તો પૂછો તે માટે કોણ છે જવાબદાર?;
માનવીના ઊભરાયેલ કર્મોનું ચક્રવાત,
તેમાં પણ ભગવાન થાય છે બદનામ,
કોઈ તો પૂછો તે માટે કોણ છે જવાબદાર?;
બધા પાસે વ્યસ્ત સમયનું વ્યસ્ત માન,
ભૂતકાળ કેવો હતો શાનદાર,
કોઈ તો પૂછો તે માટે કોણ છે જવાબદાર?;
લોકો કહે છે બદલાયો દુનિયાનો તારણ,
ના જયુ કહે માનવના મન સાથેનો તેનો છે આ બદલાવ,
ચાલતા દુ:ખોનો માટે એક માનવ છે જવાબદાર!
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda