વાત કોઈ ના સાંભળે બારણા દઉ,
આવને કોઈ પ્રેમ સંભારણા દઉ.
સત્યની કોઈને ખબર જ્યાં નથી ત્યાં,
સાવ ખોટી ના હું ભરમ ધારણા દઉ.
જે બન્યો રક્ષક આપણી જિંદગીનો,
એ શહિદને હું લાખ ઓવારણા દઉ.
થાક જો લાગ્યો જિંદગીથી તને, તો...
આવને પાલવનાં નરમ પારણા દઉ.
લખ ગઝલ મન રેઢું મુકી પ્રેમની તો...
શબ્દ લખવાં છંદના ચારણા દઉ.
*કાજલ કાંજિયા "ફિઝા"*