મજા ભીતર કરાવે નહિ તો કરવું શું?
સુખેથી મન વળાવે નહિ તો કરવું શું?
અભાવો જીવતાં શીખી ગયા છીએ,
હવે આંસુ સતાવે નહિ તો કરવું શું?
સમયસર છોડવાની વાત સમજાવી,
પછી ખુદમાં સમાવે નહિ તો કરવું શું?
ફકીરી આમ જીવી જાય સ્હેજેય,
અલખ નાદે જગાવે નહિ તો કરવું શું?
કરે દેખાવ જાણે જીતવાનો એ,
'હું' પોતાને હરાવે નહિ તો કરવું શું?
અર્ચના🌺