મારા માટે લગાવ કોના છે ?
ને પ્રણયના આ ભાવ કોના છે ?
જે જગાવે છે રાતભર કાયમ,
ઊંઘ પરના દબાવ કોના છે ?
જે બચાવી લે છે મને અંતે,
એવા કિમતી સુઝાવ કોના છે ?
ના છે તારી જવાબદારી એ,
તો હ્રદય પરના ઘાવ કોના છે ?
કોઈને ના નડે કદી પણ જે,
સૌને ગમતા સ્વભાવ કોના છે ?
ના કદી દૂર જે થયા , દિલ પર
જિંદગીભર પડાવ કોના છે ?
- હેમંત મદ્રાસી