પ્રેમમાં ઉમ્રભર ગવાયો છું !
તે છતાં આખરે પરાયો છું !
આંખ મીંચી ગયો ઇશારામાં,
જગપણામાં સદા ફસાયો છું !
નામ તારે લખી ગઝલ, કવિતા,
જીવતે જીવ જો પંકાયો છું !
છે ચરણ આ ઉતાવળા જીવણ,
છેતરે જયાં હ્રદય ઘવાયો છું !
જિંદગીનો ઉઠાવતા ઘૂંઘટ,
સત્યના દર્પણે ડઘાયો છું !
* નિશિ *