શૂર,સંગીત માં ગવાયો છું.
શબ્દ ની ભીતરે સમાયો છું.
કવિ હરોળે કદી ય આવ્યો નૈ,
બોલ,કોને કહું સવાયો છું.
આગ દિલની ય ઓલવાયે ગઇ,
ભીંતરે પ્રેમથી ઘવાયો છું.
લાગણી,વેદનાં ય સરભર કરુ,
પ્રેમ માં કયાં હજી ધરાયો છું.
જે ગઝલ તું લખવ સહજ આખી,
અે પળે હું ય ઓળખાયો છું.
©વિપુલ પંડ્યા 'સહજ'