સમણું મારું ગઝલનું,
રોજ બમણું થાય,
પાંખ મળે સપનાઓને તો....
ઉડવાનું ઘેલું પૂરું થાય.
દિશાઓ ભલે હોય ઝાંખી,
સૂરજ સાથ આપે તો,
કિરણ બનવાનું મન થાય.
લાગલગાટ લાગી,
હવે મને લગની,
થોડી હામી મળે તારી તો....
ગઝલ મારી લખાય.
છેક જ..ના બોલ એવું કે...
શબ્દ તારાં ટેરવે ગણાય,
ખુલ્લાં મનથી વહાવો શબ્દો કે જેમાં...
હૃદય મારું તણાય.
*કાજલ કાંજિયા "ફિઝા"*