પાણીના પરપોટે જીવન પાળી તો જો
આંગળીને ટેરવે સ્પંદન માણી તો જો
આવશે તારી ઝોળીમાં તારોડીયા ખરી
પહેલાં એકવાર તું ગગન ચારી તો જો
રહીજ જાય છે હાથમાં ફૂલોની મહેક
એકવાર તુંય આ પવન ઝાલી તો જો
આવે છે કિનારા ભરવાને આલિંગન
તું એકાદ બનીને તરંગ આવી તો જો
જો તું ધારે તો કૃષ્ણ દૂર નથી તારાથી
બસ ભાવથી તું ભજન ગાયી તો જો
ભરે છે મામેરા ને વિષને બનાવે અમૃત
એમનાથી સાચી લગન લગાવી તો જો
મૃત્યુ પહેલાં મળે છે અહીં મોક્ષ "વ્યોમ"
શ્રીકૃષ્ણની ભક્તિમાં મગન થઈ તો જો
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)