લખવા બેસું છું ત્યારે ક્યાં લખાય છે;
લખાય છે ત્યારેજ દિલમાં કંઇ ડંખાય છે;
યાદ આવે છે જ્યારે મને એ પ્રિયતમા,
અંદર ને અંદર જ મન મારૂં હરખાય છે;
એના વિશે જ્યારે હું લખવા બેસું છું,
ત્યારે ચાહવા છતાં કલમ ક્યાં વખાય છે?
લખવું હોય કવન જ્યારે જીવન અંગે,
ત્યારે તો શબ્દે શબ્દ મારાથી જોખાય છે;
મિત્રો માટે લખવી હોય જો કોઇ કવિતા,
તો એમાં હેત સંગ લાગણીએ નિચોવાય છે;
માતાપિતા ને વડીલોના લખાણમાં સદા,
નમ્રતા સાથે થોડી ઘણી આમન્યા રખાય છે;
લખું કોઈ કાવ્ય ભાઈબહેનના પ્રેમનું તો
એ કાવ્યમાં સ્નેહ અને દુલાર છલકાય છે;
પણ, લખે કવિ "વ્યોમ" જ્યારે ખૂદ માટે,
લખાણ એનું ખરેખર ત્યારે જ પરખાય છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)