કલમદોડ...
આ અવિરત કલમદોડમાં..
કેટલીક કલમ અટકી ગઈ
કેટલીક છટકી ગઈ
કેટલીક ફટગી ગઈ
કેટલીક ઝૂકી ગઈ
કેટલીક તુટી ગઈ..
કેટલીકમા શ્વાસ ખુટયા
તો કેટલીકમા શાહિ...
કેટલીક કલમ કોલમ બની ગઈ
તો કેટલીકે રીતસર હાટડી
માંડી છે.
પોતાની જાતને વેચવા..
કેટલીક કલમ ખાલી
ડાધિયું કુતરૂં
(ભસે જ નહિ કરડે પણ ખરી)
કેવળ પોતાના માલિકને જ
વફાદાર...
એક આલિશાન પુંછડીની માલકણ
શાહી પ્રકારની શાહિ છાંટયા
કરે માલિક ઉપર..
સતત.. અવિરત..
કેટલીક કલમ પીંછી બની
છબી સાફ કર્યા કરે..
કેટલીક કલમ સતત
પાદયા કરે..
પદ પ્રતિષ્ઠાને પદક માટે...
કેટલીક કલમ કેવળ વિંઝણો..
કેટલીક કલમ કેવળ જીભ
કેટલીક કલમ કેવળ ચાપલુસી..
કેટલીક કલમ મર્દ, પૂર્ણ પુરુષ, નર.
કેટલીક શિથિલ નારી..
તો કેટલીક કલમ કિન્નર
કેટલીક કલમ બહુ બળકટ
કેટલીક સાલી સાવ તરકટ
કેટલીક હુકમનો એકકો
કેટલીક સાલી સાવ ચરકટ
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા