Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"વિનમ્રતા"
-@nugami.
સંસ્કાર અને અહંકાર સિક્કાની બે બાજુ છે.
સંસ્કાર હંમેશા નમતા શીખવાડે છે,જ્યારે અહંકાર નમાડતાં...
બધું જ જીતી શકાય છે સંસ્કારથી,અને જીતેલું પણ હારી જવાય છે અહંકાર થી.
વ્યક્તિ માં હું પણું ત્યારે આવે છે,જ્યારે એ અહંકાર ના ભાર નીચે લદાયેલો રહે છે.
"મારા વગર આ કામ ના જ થઈ શકે",
"મારા વિના આ વ્યક્તિ ના જ જીવી શકે",
"મારા વિના ઘર ના જ ચાલી શકે",
આ બધા વાક્યો માં જે "જ" છે એ જ અહંકાર છે.
દુનિયા ને આપણા વિના ચાલશે,પણ આપણ ને દુનિયા વિના નહિ ચાલે.
દરેકનું સ્થાન નક્કી જ હોય છે.અને દરેક સ્થાન ને માન આપવું એ અહંકારી વ્યક્તિ આપી શકતી નથી. દરેક સ્થાન ને માન આપવા ,એ સ્થાન પર રહેલી વ્યક્તિ ને માન આપવા વિનમ્ર બનવું પડે છે.ભલે ને એ ઊંચા ગજા નો વ્યક્તિ હોય કે સાવ ગરીબ વ્યક્તિ.
માન ને લાયક બંને છે.
વિનમ્ર બનવા કોઈ મોટી ઉપાધિ નથી મેળવવી પડતી.એતો સંસ્કાર માં જ છલકાય છે.જેનાથી મન હંમેશા હળવું ફૂલ બની રહે છે.જ્યારે અહંકાર વ્યક્તિ ના મન મસ્તિષ્ક ને કોતરી ખાય છે.
અહંકારમાં આંધળો થઈ ને કોઈ વ્યક્તિ નું દુઃખ જોઈ ને જો એ વ્યક્તિ ખુશ થતો હોય તો એ વ્યક્તિ રાક્ષસ કરતા પણ ભયાવહ છે.

જેવું કરો એવું પામો,એ અનુસાર અહંકાર માં બીજા ને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ ટુંક સમય માટે સુખી થઈ શકશે.પણ બીજા ને હંમેશા સુખી જોનાર વ્યક્તિ મૃત્યુ સુધી સુખી રહે છે.કારણ એ અંતર થી વિનમ્ર હોય છે.

અહંકાર અને સંસ્કાર થી પણ પર છે "વિનમ્રતા".....જેનો ભાર બધા જીલી નથી શકતા.કારણ હીરા ની કિંમત એક ઝવેરી જ જાણે.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111706854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now