જરા દિલમાં ઉદાસી ના રાખો,
વિચારો ના કદી , વાસી રાખો
મલમપટ્ટી , કરો મન ની સાચી,
મટી ચાકર , હું ઠાંસી રાખો .
ખરેખર પામજો ,જાતે ઝઝુમી,
પછી દ્રષ્ટિ સદા , દાસી રાખો.
તજી આસક્તિ , દુનિયા દારી ની,
મુકી શ્વાસો માં, મન કાશી રાખો.
થઈ આનંદ ઉત્સવ સમતા માં,
ખુલે દિલ ત્યાંથી ,આકાશી રાખો.
-મોહનભાઈ આનંદ