@@@ !..મમતા..!@@@
અછાંદસ
🌸🌸🌸🌸🌸🌸🌸
થોડું કહી ગઈ થોડું સહી ગઈ ,
થોડું ક્યાંક કહેતા કહેતા રહી ગઈ..!
પંડ ભૂલીને માતૃત્વ નિખારતા ,
કેટકેટલીય પીડીઓ વિતી ગઈ..!
વહાલનાં દરિયાને પખાળતા ,
હેતનું ઝરણું બનીને વહી ગઈ..!
મમ્ ને મમત્વના પારખે સવારતા ,
કસોટી એ પણ ઉણી ઉતરી ગઈ..!
ભલે હોય રૂપ નોખા તોયે રૂદિયે છે નિર્મળતા ,
આદિ - અનાદિ મમતાનાં ભામણા લેતી ગઈ..!
-vaani manundra