🙏આજનો ઉત્સવ 🙏
પુષ્ટિમાર્ગમાં અક્ષયતૃતીયા ઉત્સવનું મહત્વ
--------------------------------------------------------
અક્ષય તૃતીયાએ અક્ષય લીલા એટલે સહેજ પણ માન વગરની લીલાને અખંડ, અભેધ, આનંદવિહાર, ચંદન સાક્ષાત શ્રીસ્વામિનીજીનું સ્વરુપ છે.
શ્રીમહાપ્રભુજીએ શ્રીગિરિરાજજી ઉપર, પુરણમલ ક્ષત્રિય દ્વારા શ્રીજીબાવાનું મંદિર સિધ્ધ કરાવ્યું અને આ અક્ષયતૃતીયાના દિવસે પ્રભુનો સેવાક્રમ શરુ કરાવ્યો હતો.
અક્ષયતૃતીયાના દિવસથી રથયાત્રા સુધી પ્રભુની સેવામાં વિશેષ શિતોપચાર ક્રમ શરુ થાય છે. જેમ કે
(૧) અક્ષયતૃતીયાના દિવસથી પુષ્ટિપ્રભુના શ્રીઅંગ પર ચંદન ધરાવવામાં આવે છે. ચંદનની નાની ગોટી સિધ્ધ કરવામાં આવે છે અને પ્રથમ ડાબા શ્રીહસ્તે પછી જમણા શ્રીહસ્તે તે જ રીતે ડાબા શ્રીચરણે જમણા શ્રીચરણે અને હ્રદય પર ગોટી ધરવામાં આવે છે અને પ્રભુને ચંદન ધરાય ત્યારે કૃષ્ણદાસ કૃત કીર્તન થાય છે -
" અક્ષયતૃતીયા અક્ષયલીલા,
નવરંગ ગિરિધર પરહત ચંદન. "
ગવાય છે. આ કિર્તનમાં પ્રભુની કિશોર લીલાનો ભાવ છે કે શ્રીગુંસાઇજી ચંદન પ્રભુને ધરી રહ્યાં હતાં તે સમયે નિકુંજાદિકની રહસ્યલીલાનો પ્રત્યક્ષ દર્શન કરી, સારસ્વત કલ્પનો અનુભવ કરે છે.
(૨) અક્ષયતૃતીયાના દિવસથી જ ખસના પંખા અને ખસના ટેરા ધરવામાં આવે છે.
(૩) આજના દિવસે ચંદનના પંખા, કુંજા વિગેરે મંદિરોમાં - અધિવાસન થયા બાદ પ્રભુને રાજભોગ સમયે ચંદન ધરાય અને ત્યાર પછી શીતળભોગની છાબ ધરાય છે.
(૩) આજ થી શ્રીઅંગે ફૂલના શણગારને ફલની મોટી જોડ્ રથયાત્રા સુધી શયન સમયે ધરાય છે.
(૪) શ્રૃંગારમાં ચંદનના વસ્ત્રો અને શીતળ સામગ્રી "પનું" ફળો અને કાચી ભીંજવેલી મગ ચણાની દાળ વિગરે પ્રભુને અંગીકાર કરવામાં આવે છે.
(૫) આગળ જણાવ્યુ તેચંદનને પથ્થર ઉપર, ગુલાબ જળ સાથે ઘસી તે અતિશય શીતળ ચંદનનો લેપને ગોટીઓ કરીને પ્રભુના અંગે સિધ્ધ કરાય છે. એક સમયે ગોવિંદસ્વામીએ ચંદનનો લેપ કર્યાં ત્યારે પ્રભુએ મસ્તકે કનક્ટીપારો ધર્યો હતો, તેથી કિર્તન કરતાં બોલ્યા કે " અક્ષયતૃતીય ગિરિધર બેઠે ચંદનકો તન લેપ કીયો, કનકવર્ણ શિર બન્યો ટીપારો ઠાડે હે કર કમલ લીયો."
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#રેખા ચિટણીસ