જાણતા કે અજાણે ય એ જાણે છે,
ભીતરે દિલ મહીં, ગૂંજતા ગાણે છે.
શૂન્ય છે જ્યાં હયાતી પછી પ્રેમ માં,
શૂન્યતા માં'ય લય પણ,જરી માણે છે;
દર્દ ના ડૂંડાં જો , પાકતાં ધીર ને,
ક્ષણમાં મરહમી , થાય એ દાણે છે;
ધ્યાન જો ધ્યેયમાં, તદ્રુપે માણતાં,
મધુરિમા મૌનમાં, સાજ નાં ટાણે છે;
લ્હેર આનંદની , નિત્ય આંખો મહીં,
શૃંગ ને ગર્ત માં , દિલ મહીં નાણે છે;
-મોહનભાઈ આનંદ