શીર્ષક: ક્યાં ક્યાં શોધી ખુદને?
ક્યાંક અચાનક હું ખોવાઈ હતી મારી જ મહીં,
અને પછી એ જોઈ સૌએ અવગણી નાખ્યું,
મને શોધવાનો કોઈએ પ્રયત્ન સુધ્ધાં કર્યો નહિ,
ને ઢંઢેરો પીટાવ્યો એવું કહીને કે 'એ તો બહુ બદલાઈ ગઈ છે',
પછી શોધવાનો પોતાને કર્યો મેં નિર્ણય,
પછી ક્યાં ક્યાં શોધી ખુદને મેં,
રડતી આંખોમાં દર્દ અકબંધ રાખી,
કોરી આંખોમાં શોધી ખુદને મેં,
ઉદાસીન હોંઠો પાછળથી મુસ્કાન સાથે શોધી ખુદને મેં,
ઘવાયેલા હ્યદય પર સાંત્વના નો મલમ આપી શોધી ખુદને મેં,
અભિવ્યક્ત ન થયેલી વાતો,
ઈશ્વરને કહી દીધી અને શોધી ખુદને મેં આ રીતે!
મૈત્રી બારભૈયા